સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદ, ડાકોરમાં ઠેર ઠેર ભરાયા પાણી - યાત્રાધામ ડાકોર
ખેડાઃ શહેર તેમજ નડિયાદ, ઠાસરા, માતર, મહેમદાવાદ, મહુધા અને વસો સહિતના વિવિધ તાલુકાઓમાં રવિવારે વરસાદ થયો હતો. વરસાદને પગલે યાત્રાધામ ડાકોરના નીચાણવાળા વિસ્તારો તેમજ રણછોડરાયજી મંદિર બહાર પાણી ભરાઈ ગયા હતા. મહત્વનું છે કે, ડાકોર નગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ પ્રથમ વરસાદે જ ખુલ્લી પડી હતી. આ વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.