દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન - વરસાદ
દાહોદ: શહેર સહિત ગ્રામ્ય પંથકમાં સમી સાંજે વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. દાહોદ જિલ્લામાં વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારા વરસાદને પગલે ધરતીપુત્રો ખરીફ પાકનું વાવેતર કરી શકશે.