અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ - મોડાસાનગરમાં ધોધમાર વરસાદ
અરવલ્લી : જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે અચાનક પલટો આવતા મોડાસા, મેઘરજ, માલપુર, અને ધનસુરા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે મોડાસાનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસાનગરમાં સૌથી વધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી.