ભાવનગરના મહુવા પંથકમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર - Mahuva
ભાવનગરઃ જિલ્લાના મહુવા પંથકમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. મહુવા શહેરમાં મંગળવારે ફરી મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે, ત્યારે લોકો પણ વરસાદને લઈ ખુશ ખુશાલ થયા હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને હાલ ગરમીમાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત મહુવા પંથક અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લઈ નદીઓમાં પુર આવ્યા છે, ત્યારે નદીઓના પુરને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા.