સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વરસાદ, ખેતીને નુકસાન થવાની શક્યતા - Rain In Gujarat
ડાંગ: જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલ ગામડાઓમાં ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો. ડાંગ જિલ્લાની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ બોન્ડાંરમાળ, માનમોડી ગામોમાં સવારથી જ ઝરમરીયો વરસાદ ચાલુ રહ્યો હતો. ડાંગરના પાકની કાપણી ચાલુ હોય ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે. વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન થવાની સંભાવના જણાઈ રહી છે. ઝરમરીયો વરસાદ ચાલુ થતાં જ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસમય વાતાવરણ બની ગયું હતું.