અમરેલી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી - અમરેલીમાં વરસાદ
અમરેલીઃ જિલ્લામાં ટૂંકા વિરામ બાદ શુક્રવારે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જેથી સમગ્ર પંઠકમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.