નવરાત્રી પહેલા જૂનાગઢમાં ભારે વરસાદ, ખેલૈયાઓ અને આયોજકો નિરાશ - જૂનાગઢમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે. ત્યારે ખેલૈયાઓ લાંબા સમયથી ગરબે ઘુમવા માટે થનગની રહ્યાં હતા. પરંતુ નોરતામાં પણ મેઘરાજાની મહેર યથાવત્ રહેતા લોકોમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે. આજે રાત્રે જ્યાં પહેલું નોરતું છે, ત્યા ગત રાત્રે જ ભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે નોરતાના આયોજનો પર પાણી ફરી વળ્યાં છે. ત્યારે પહેલાં નોરતાના ગરબા રદ્દ થાય તેવી શક્યતાઓ છે.