અમદાવાદમાં 'દિવ્યાંગ સારથી' રેલવે એપ લોન્ચ કરાઇ - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા દિવ્યાંગોને સહાયભૂત થવા 'દિવ્યાંગ સારથી' રેલવે એપ લોન્ચ કરાઇ છે. જેના દ્વારા દિવ્યાંગો પોતાની રેલવે ટિકિટનું બુકિંગ કરાવી શકશે અને તેમને મળતા લાભો પણ મેળવી શકશે. આ એપનો ઉપયોગ કરવા માટે દિવ્યાંગોને ફક્ત એક જ વખત પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવા રેલવે સ્ટેશન જવું પડશે. જેથી કોઇ અન્ય લેભાગુ વ્યક્તિ દિવ્યાંગો માટે રાખેલા લાભનો ઉપયોદ ન કરી શકે. આ એપ તમે તમારા એન્ડ્રોઇડ ફોનના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. તમે રેલવેની વેબસાઇટ પર મુકેલી લીંક પરથી પણ આ એપ ડાઉનલોડ કરી શકો છો.