રાધનપુરમાં લોહાણા સમાજ દ્રારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું - પાટણ લેટેસ્ટ ક્રાઈમ ન્યૂઝ
પાટણઃ જિલ્લાના રાધનપુરમાં શનિવારના રોજ લોહાણા મહાજન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ચોટીલામાં 17 માસ અગાઉ લોહાણા સમાજની દીકરીનું અપહરણ થયું હતું. જેની તપાસ છેલ્લા આઠ માસથી સી.બી.આઈ ચલાવી રહી છે. જોકે કોઈ પરિણામ ન મળતા આરોપીઓ હજુ સુધી પકડાયા ન હોય તેને લઈને રાજ્યભરના લોહાણા સમાજમાં તપાસની ઢીલી કામગીરીને લઈ રોષ ફેલાયો છે, ત્યારે આ મામલે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.