વિપક્ષનો સવાલ: BRTSને ગ્રાન્ટ આપવા છતાં ઓડિટ કેમ થતું નથી? - દિનેશ શર્મા
અમદાવાદઃ સોમવારે રિવરફ્રન્ટ ખાતે BRTSની બેઠક યોજવામાં આવી હતી. ગત કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકો વર્ચ્યૂઅલ રીતે યોજાય છે. જેથી BRTSની આ બેઠક પણ વર્ચ્યૂઅલ રીતે યોજવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિસિપલ કમિશ્નર સામે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન ATSને ગ્રાન્ટ આપી હોવા છતાં તેનું ઓડિટ કરવામાં આવતું નથી. ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે, તે માટે કોર્પોરેશન દ્વારા BRTSનું ઓડિટ કરવામાં આવતું નથી. 2017માં 86 કરોડના ખર્ચે BRTSને અદ્યતન બનાવવામાં આવ્યું હતું. જો કે, હકીકત એ છે કે કેટલીક બસોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ચાલતી નથી, તો કેટલીક બસોમાં મશીન પણ બંધ છે. આ અંગે અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ તેનું નિરાકરણ આવતું નથી.