વિધાનસભામાં પ્રશ્નોતરી કાળઃ કોંગી MLA ઇમરાન ખેડાવાલાએ માં અમૃતમ યોજના પર કર્યાં સવાલ - Legislative session
અમદાવાદ: ગતરોજ નાયબ મુખ્ય પ્રધાને રાજ્યનું બજેટ રજુ કર્યુ હતું, ત્યારે તેના અનુસંધાને આજરોજ વિધાનસભા સત્રનો બીજો દિવસ રહ્યો હતો. જેમાં વિપક્ષે યોજનાઓને લઇ અનેક પ્રશ્નોતરી કરી હતી. જેના જવાબમાં શાસક પક્ષ માત્ર લુલો બચાવ કરતો નજરે પડ્યો હતો, ત્યારે આજરોજ વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ માં અમૃતમ યોજનાઓ પર સવાલ ઉભા કર્યા હતા અને પ્રશ્નોતરી કરતા તેઓને જાણવા મળ્યુ કે અમદાવાદ શહેરમાં 8 હોસ્પિટલો માં અમૃતમ યોજનાઓ હેઠળ આવે છે. જેઓએ પણ યોજના હેઠળ પૈસા લીધેલા છે, જેવા અનેક આક્ષેપ વિપક્ષ ધારાસભ્યએ કર્યા હતાં.