પૂર્ણેશ મોદીએ દેવલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા પર નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કરીને યાત્રાની શુભ શરૂઆત કરી - Purnesh Modi
નર્મદા: આજે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા દેવલિયા ખાતેથી શરુ થઈ હતી. તેમણે દેવલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા પર નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કરીને યાત્રાની શુભ શરૂઆત કરી હતી. ત્યાંથી બોરિયા ચાર રસ્તા પાસે બનેલા બીજા એક નવનિર્મિત પુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. યાત્રા રાજપીપળામાં પહોંચતા જ લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. 1811 લાખના ખર્ચે દેવલિયા ખાતે મેણ નદી પર પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે સમરખાડી ખાતે 1359 લાખના ખર્ચે બોરિયા પાસેના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલટી સી- પ્લેન સેવા કોરોનાકાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી. જે બાબતની મિટિંગો અમે કરી છે. હવે થોડા દિવસો પછી આની જાણકારી આપવામાં આવશે. રાજપીપળાથી અંકલેશ્વરને જોડતા રસ્તાનું કામ પણ ટૂંક સમયમાં શરુ કરી દેવામાં આવશે.