સરદાર જયંતિ: વડાપ્રધાન મોદીની જાહેરસભામાં સામેલ થયેલા લોકોની પ્રતિક્રિયા - અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા
કેવડિયા: અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. તે પ્રસંગે ગુજરાત ખાતે કેવડિયામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પટાંગણમાં વડાપ્રધાન મોદીએ સરદારને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી, ત્યારે અહીં વડાપ્રધાન મોદીની જાહેરસભામાં અનેક લોકો પણ સામેલ થયાં અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમના સાક્ષી બન્યા હતાં, ત્યારે આવો જાણીએ વડાપ્રધાન મોદીના ભાષણ વિશે શું કહેવું છે આ જનતાનું...