કુપોષણ નાબુદ કરવા જનભાગીદારી અનિવાર્ય - દાહોદ સમાચાર
દાહોદઃ રાજયમાંથી કુપોષણ નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ આણવા ત્રિ દિવસીય પોષણ અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં ગામે ગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું હતુ. આ ત્રિદિવસીય અભિયાનના પ્રથમ દિવસે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન અમૃતભાઇ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.