સુરેન્દ્રનગરમાં જનતા કરફ્યૂને ભવ્ય પ્રતિસાદ મળ્યો - public curfew gujarat
સુરેન્દ્રનગર: જિલ્લામાં રવિવારે જનતા કરફ્યૂને ભવ્ય જન પ્રતિસાદ મળ્યો છે. લોકોએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બહાર નીકળવાનું પણ ટાળ્યું છે. જેથી શહેરની બજારો અને રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે માનસિક રીતે સજ્જ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યૂનું આહ્વાન આપ્યું છે. જેના પગલે આજે સમગ્ર દેશ બંધ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંધ જોવા મળી રહ્યો છે. લોકોએ કોરોનાની ગંભીરતા સમજીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી દીધા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે.