સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં જનતા કરફ્યૂને સમર્થન - કોરોના વાઈરસ ન્યૂઝ
સેલવાસઃ 22 માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કરફ્યૂના એલાનને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ જનપ્રતિસાદ સાંપડ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસ અને દમણમાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપી સ્વયંભૂ બંધ પાળ્યું હતું. પ્રદેશના તમામ મુખ્ય બજારો, રસ્તાઓ સૂમસામ ભાસતા હતાં. સંઘપ્રદેશના બોર્ડર નાકાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ કાર્યરત રહીં હતી. જે એકલ-દોકલ વાહનોની અવરજવરને થોભાવી જરૂરી પૂછપરછ કરી આરામની પળો માણતા હતાં. મોલ-માર્કેટમાં લોકોની ચહલપહલ સદંતર બંધ જોવા મળી હતી. દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલોના પણ દર્દીઓ કોલાહલ સમી ગયો હતો. કોરોના વાઈરસને લઈને વડાપ્રધાને જાહેર કરેલ જનતા કરફ્યૂના એલાનને સંઘપ્રદેશમાં પ્રચંડ સમર્થન મળ્યું હતું.