સાબરકાંઠામાં જનતા કરફ્યૂનો ચુસ્ત અમલ - Sabarkantha news
સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસ સામે લડવા માટે ભારતના વડાપ્રધાન જનતા કરફ્યૂની અપીલ કરી હતી. જે અંતર્ગત સવારથી જ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી સહિતના તમામ તાલુકાઓ અને મોટાભાગના ગામડાઓમાં સ્વયંભૂ કરફ્યૂ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. હાલમાં જિલ્લાના મોટાભાગના રોડ રસ્તા સહિત ગલીઓ અને શેરીઓમાં કોઈપણ વ્યક્તિની આવન જાવન નથી. આ સાથે જ જિલ્લામાં સવારથી જ લોકો પોતાના ઘરોમાં રહીને વડાપ્રધાનની અપીલને સમર્થન કરી રહ્યા છે.