કોરોના ઇફેક્ટ: જનતા કરફ્યૂને દેવભૂમિ દ્વારકામાં સમર્થન - કોરોના અપડેટ્સ
દેવભૂમિ દ્વારકા: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ કર્યું છે. દેવભૂમિ દ્વારકામાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન કર્યું છે. ગુજરાતમાં 18 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. રોજ લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુ આજે દ્વારકા મંદિરના દર્શને નથી આવી રહ્યાં. દ્વારકાના સ્થાનિક લોકોએ પણ આ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. દ્વારકામાં મુખ્ય શિખર પર રોજની 5 ધ્વજા ચડે છે. આ ધ્વજાને ચડાવવાનારા પરિવાર પોતાની સાથે અનેક સગાં સબંધીઓને પણ દ્વારકા લાવે છે, પરંતુ જનતા કર્ફ્યૂના કારણે દ્વારકાધીશ શિખર પર ધ્વજા ચડાવવા માટે માત્ર 5 વ્યક્તિઓએ આવીને દ્વારકાધીશને ધ્વજા ચડાવી હતી.