કોરોના ઈફેક્ટ: જનતા કરફ્યૂને સમર્થન, અમરેલી સજ્જડ બંધ - કોરોના વાઇરસ
અમરેલી: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ કર્યું છે. અમરેલીમાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 13 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જનતા કરફ્યૂની આપીલને સમર્થન મળ્યું છે. કોરોના વાઇરસ સામે લડવા શહેરીજનો બહાર નીકળવાનું ટાળ્યું છે. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, ખાંભા કોસ્ટલ વિસ્તાર સજ્જડ બંધ છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓ સૂમસાન બન્યા છે.