અમદાવાદમાં જનતા કરફ્યૂને સમર્થન, ફાયર વિભાગે સાયરન વગાડી પેટ્રોલિંગ કર્યું - કોરોના ઈફેક્ટ ન્યૂઝ
અમદાવાદ: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ કર્યું છે. અમદાવાદમાં પણ લોકોએ જનતા કરફ્યૂનો સપોર્ટ કર્યો છે. ગુજરાતમાં 17 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. અમદાવાદમાં લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. શહેરમાં જનતા કરફ્યૂને લોકોએ સમર્થન આપી જાતે જ બંધ રાખ્યું હતું. વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ લોકો ઘરની બહાર 5 વાગે આવ્યા હતા અને થાળી વેલણ વગાડ્યું હતું. ફાયર વિભાગ દ્વારા પણ સાયરન વગાડી વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં 5 વાગ્યાના ટકોરે ફાયર વિભાગ દ્વારા ફાયર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેનાથી લોકોને સીધો સંદેશ મળ્યો હતો કે, તંત્ર સજ્જ છે. નાગરિકો પણ ઘરમાંથી બહાર આવ્યા હતા અને થાળી-વેલણ અને ઢોલ-નગારા સાથે વડાપ્રધાનને સમર્થન આપી કોરોના સામેની લડાઈમાં લડવા માટે તૈયારી બતાવી હતી.