પાણીગેટ આયુર્વેદિક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માનસિક ત્રાસ આપતા હોવાથી વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો - Vadodara news
વડોદરાઃ શહેરના પાણીગેટ આયુર્વેદિક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને વાયવા પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ABVPના બેનર હેઠળ વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે ધરણાં યોજ્યા હતા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાણીગેટ સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે ઉગ્ર સુત્રોચ્ચારો કરી કોલેજ પ્રશાશન વિરુદ્ધ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.