વડોદરામાં જરુરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને આર્થિક સહાય અર્પી - વડોદરા અપડેટ્સ
વડોદરાઃ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક મજબૂરીથી પીડાયેલા પરિવારના બાળકો કે, જેઓ શિક્ષણમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને ઉજ્જવળ કારકિર્દી અર્થે સારા શિક્ષણની ઝંખના ધરાવતા હોય છે. તેવા બાળકો પૈકી શહેરની સંસ્કારી નગરીના 6 બાળકોને આજીવન શિક્ષણ ખર્ચ માટે દત્તક લેવામાં આવ્યા છે. શુક્રવારે માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે બાળકોને શિક્ષણ સહાય અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પંચામૃત પ્રોજેકટ અંતર્ગત મેડિકલ ક્ષેત્રે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બાબતોમાં સારવાર પ્રાપ્ત કરવા આર્થિક મજબૂરીથી સંઘર્ષ કરતાં સામાન્ય લોકોને મદદરૂપ થવાના આશયથી સ્વાસ્થ્યમાં ગંભીર બાબતોમાં સારવાર અર્થે ત્રણ નાગરિકોને પણ સહાય અર્પણ કરવામાં આવી હતી.