મોરબીમાં ચીનના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિના પોસ્ટર સળગાવી નોધાવ્યોં વિરોધ - President Jingping
મોરબી: ચીને કરેલા હુમલા સામે સમગ્ર દેશ એકજૂથ બની વિરોધ કરી રહ્યોં છે. ચાઇનીઝ બહિષ્કાર અભિયાન ચલાવી ચીનને આર્થિક ફટકો આપવા દેશવાસીઓ મક્કમ બન્યા છે. ત્યારે ગુરુવારે મોરબી શહેરમાં સુપર માર્કેટ નજીક અજય લોરિયા અને રવિ રબારી સહિતના યુવાનોએ વિરોધ કર્યો હતો. જેમાં યુવાનોએ સ્વદેશી અપનાવો અને રાષ્ટ્ર બચાવોના નારો લગાવ્યાં હતા, સાથે ચીનનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિ જિંગપીંગના પોસ્ટર સળગાવ્યા હતા. તેમજ ચાઇનીઝ બનાવટના ઓપો અને વિવો મોબાઈલ પણ રોડ પર સળગાવ્યાં હતા, સાથો સાથ શહીદોની શહાદત એળે નહિ જાય, મોદી સરકાર બદલો લેશે તેવા નારાઓ લગાવ્યાં હતા.