પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન - Mahisagar latest news
મહીસાગરઃ રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે વિદ્યાર્થીઓ આકરા મૂડમાં આવ્યા છે. રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. બિન સચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ સરકાર સામે જંગે ચડ્યા છે અને પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે.આ મામલે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે અને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો મોટો ખુલાસો કરતાં પરીક્ષાનો વીડિયો જાહેર કર્યો છે. બિન સચિવાલયની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ તેનાથી બીજા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી માગ સાથે મહીસાગર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ દ્વારા શાળા, કોલેજ બંધનો પોગ્રામ આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.