જામનગર: રાહુલ ગાંધી સાથે ગેરવર્તન મામલે SP કચેરી ખાતે મૌન સત્યાગ્રહ કરી વિરોધ નોંધાવ્યો - silent satyagraha
જામનગર : ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ અને મોત બાદ સમગ્ર દેશમાંથી મોટા રાજનેતા હાથરસ પહોંચ્યા હતા. જે દરમિયાન હાથરસ પોલીસ દ્વારા રાહુલ ગાંધી સાથે ગેરવર્તન કરવામાં આવી હતી, તેમજ કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં જામનગરમાં સોમવારના રોજ વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં જિલ્લા પોલીસ વડાની કચેરી પાસે મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું.