ભુજ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વઘારાના મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન - નગરપાલિકાના વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા
કરછઃ જિલ્લાના ભુજ ખાતે શહેર અને તાલુકા સમિતિ દ્વારા ઈંઘણના ભાવ વઘારના મુદ્દે આજે બુધવારના સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. ભુજ શહેરના જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદશિત કરી રહેલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરેશ આહિર ભુજ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના કોગ્રેસના 17 આગેવાનો કાર્યકતાઓની પોલીસે અટકાયત કરી હતી. આગેવાનોએ પોલીસની આ કામગીરી જો હુકમી ભરી અને પ્રજાનો અવાજ દબાવ નારી ગણાવી હતી. ભાજપ સરકારના ઇશારે આ અટકાયતી પગલા ભરાયા હોવાનું નારાજગી સાથે જણાવ્યું હતું.