વડોદરા નર્સિંગ સ્ટાફ દ્વારા થાળી વાટકી વગાડી વિરોધ પ્રદર્શન - વડોદરા નર્સિંગ સ્ટાફ
વડોદરાઃ નર્સિંગ એસોસિયેશને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રમાણે પગાર ધોરણ, ખાલી જગ્યા ભરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને પગાર ભથ્થામાં વધારો સાથેની અન્ય માગણીઓ સ્વીકારવા સરકાર સમક્ષ માગ કરી છે. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મંગળવારે પ્રતિક હડતાળ કરવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ એસોસિએશને ઉચ્ચારી હતી. સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પ્રતિક ધરણા કર્યાં હતા અને હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગત 14 મહિનાથી ગુજરાત રાજ્યમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રાત દિવસ કોરોનાની સારવાર માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેની સામે રાજ્ય સરકાર તેમને યોગ્ય મહેનતાણું પણ ચૂકવતી નથી.