જામનગરમાં લોકરક્ષકની પરીક્ષાના પગલે કલેક્ટરને આવેદન - જામનગર
જામનગર: કોઈપણ નિર્ણયને લઈને વિરોધ કરવો એ એકદમ સામાન્ય બાબત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ગેરરીતિ અને મેરિટમાં પરીક્ષાર્થીઓને થયેલા અન્યાય મામલે જામનગર કોંગ્રેસ OBC મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી SC, ST, OBC સમાજની યુવતીઓ રાજ્ય સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી રહી છે.