સગીરા પર સામુહિક દુષ્કર્મ મામલે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન - માનવ સાંકળ રચી વિરોધ
વડોદરા: નવલખી મેદાનમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી.કોંગ્રેસ દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.જોકે કોંગ્રેસના વિરોધના પગલે થોડા સમય માટે થયેલા ચક્કાજામને પગલે રાહદારીઓ અટવાયા હતા.સગીરા સાથે દુષ્કર્મના 60 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે,ત્યારે પોલીસ વિભાગ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરે તેવી માંગ કરવામાં આવી હતી.