જામનગરમાં સફાઈ કર્મચારીઓના ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ જોડાયા
જામનગર : જી.જી.હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને ધરણા યોજી રહ્યા છે. જેમાં આજરોજ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પણ સફાઈ કર્મચારીઓના ધરણાના કાર્યક્રમમાં જોડાયા છે અને જ્યાં સુધી સફાઈ કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.