આચારસંહિતા પહેલાં આણંદમાં છેલ્લા ચરણનો પ્રચાર - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021
આણંદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણી અગાઉ લાગુ પડતી આચારસંહિતાના નિયમો બાદ રાજકીય પક્ષો માટે પ્રચાર કરવો તે પ્રતિબંધિત સાબિત થતો હોય છે, તેવામાં આણંદ શહેરમાં અંતિમ ચરણનો ચૂંટણી પ્રચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ,ઉમેદવારોએ સાથે બાઇક રેલીનું આયોજન કર્યું હતુ. આ રેલીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા.