સરકારના ડિજિટલ વ્યવહારના આહવાનને પ્રોત્સાહન, સમુહ લગ્નમાં વર વધુને અપાયો ડિજિટલ ચાંદલો - Aravalli samachar
અરવલ્લીઃ મોડાસામાં પંચાલ સમાજ દ્વારા સમુહ લગ્ન યોજવામાં આવ્યાં હતા. સામાન્ય રીતે લગ્ન પ્રસંગે વર વધુને ચાંદલો રોકડમાં આપવામાં આવે છે. જો કે, સરકારના ડિજિટલ વ્યવહારના આહવાનને પ્રોત્સાહન અપાવા અને લોકોમાં ડિજિટલ મની અંગે જાગૃતિ ફેલાવવા માટે આ સમુહ લગ્નમાં ડિજિટલ ચાંદલો સ્વીકારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ પણ આ વ્યવસ્થા જોઇને રોકડમાં ચાંદલો આપવાનું ટાળ્યુ હતું અને પોતાના ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડથી ચાંદલો આપ્યો હતો. આ સમુહ લગ્નમાં 16 દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા તો તમામ નવયુગલોને જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબદકરે અભિનંદન પાઠવ્યા હતા.