પોરબંદરમાં રહેલા શ્રમિકોને ટ્રેન મારફતે વતન મોકલવાની કાર્યવાહી શરૂ - પોરબંદર
પોરબંદરથી આજે શનિવારે પ્રથમ ટ્રેનમાં 1185 શ્રમિકોને રવાના કરાયા હતા. આ તકે ટ્રેનને ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ લીલીઝંડી આપી રવાના કરી હતી. તે સમયે કલેકટર, ડીડીઓ, અધિક કલેક્ટર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 10 અને 11 મેના રોજ પણ ટ્રેન મારફત 2400 શ્રમિકોને વતન મોકલાશે.