ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો - Prize distribution of bright wires

By

Published : Sep 3, 2020, 12:03 AM IST

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગ ભવન ખાતે પાટણ 42 ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ સંત દોલતરામ મહારાજ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ ઈનામ વિતરણ સમારોહમા મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાંથી ઉત્તીર્ણ થયેલા ઠાકોર સમાજના 60 તેજસ્વી તારલાઓને ટ્રોફી અને સન્માનપત્ર મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંત દોલતરામ મહારાજએ સમાજના તેજસ્વી તારલાઓને તેમની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ વચન આપ્યા હતા. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સમાજનું નામ રોશન કરવા બદલ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. સમાજ શિક્ષણ ક્ષેત્રે જાગૃત બનીને આગળ વધી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details