ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં ગરબાનું વિશેષ આયોજન - અમદાવાદ ગરબામાં ઈનામ વિતરણ

By

Published : Oct 12, 2019, 8:18 PM IST

અમદાવાદઃ શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ દ્વારા નવરાત્રિ નિમિત્તે ગરબાનું વિશેષ આયોજન કર્યું હતુ. સ્વર્ણકાર સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં ગરબા ગાશે. ગરબામાં ઈનામ વિતરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ઈનામ જીતનારને હેલમેટ તેમજ અન્ય રોડ સેફટીના સાધનો અપાશે. તેમજ આ ગરબામાં વિશેષ જીવદયા પર કેન્દ્રીત કરવામાં આવશે. જેમાં સમાજના લાકોને કેવી રીતે પશુ, પક્ષીને બચાવી શકાય તેના પર સહભાગી એનજીઓ દ્વારા શોર્ટ ફિલ્મ દર્શાવાશે અને સ્વર્ણકાર સમાજને જાગૃત કરાશે. તે સાથે સમાજના લોકો વધુ મજબૂત બને અને બેટી બચાવોની પ્રતિજ્ઞા પણ લેવડાવાશે. તદ્ઉપરાંત પ્રદુષણ મુક્ત રહેવા સમાજનું ધ્યાન દોરાશે. તેમજ સીનીયર સીટીઝન ગરબા એવોર્ડ પણ અપાશે. 50 વર્ષથી ઉપરના લોકો ગરબા રમશે તેમને ઈનામ આપવાની વ્યવસ્થા કરી છે. શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજના ગરબા અમદાવાદના ઈસનપુરમાં આવેલ મુખીની વાડીમાં યોજાયેલ છે, તો આવો આપણે ગરબાની લાઈવ રમઝટ માણીએ.

ABOUT THE AUTHOR

...view details