કેશોદમાં ખાનગી શાળાના શિક્ષકોએ સુત્રોચ્ચાર સાથે રાહત પેકેજની માગ કરી - શિક્ષકોનો સરકાર વિરુદ્ધ રોષ
જૂનાગઢઃ સરકારના સ્કૂલ ફી ન ઉઘરાવવાના આદેશ સામે જિલ્લાના કેશોદની ખાનગી શાળાના શિક્ષકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરકારની જાહેરાતને માન્ય રાખવાની સામે શિક્ષકોએ રાહત પેકેજની માગ કરી હતી. ખાનગી સ્કૂના એકઠા થયેલા શિક્ષકાએ ‘હમારી માંગે પૂરી કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે શિક્ષકોએ ઉગ્ર માંગ કરી હતી કે, સરકારી શિક્ષકોને પગાર આપી રહ્યા છો તો અમને પણ રાહત મળવી જોઇએ.