ગણતંત્ર દિવસ વિશેષ: વડાપ્રધાન મોદીએ 48 વર્ષથી ચાલતી કઇ પરંપરા તોડી, જુઓ વીડિયો...
નવી દિલ્હીઃ આજે દેશનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રથમ વખત એવુ બન્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જ્યોત ન જઈને ઈન્ડિયા ગેટની પાસે આવેલા વોર મેમોરિયલ પહોંચ્યા હતાં. આમ, PM મોદીએ 48 વર્ષ જૂની પરંપરા તોડી નવી પરંપરાની શરૂઆત કરી હતી. મહત્વનું છે કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શહીદોની યાદમાં અમર જવાન જ્યોતને ઇન્ડિયા ગેટ પર 1972માં તૈયાર કરવામાં આવ્યુ હતું. ત્રણેય સેનાઓના પ્રમુખ રાષ્ટ્રીય મહત્વને પ્રમુખ અવસરો-સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ પર અમર જ્યોત પર શ્રદ્ધાંજલિ પાઠવતા હતાં. આ ગણતંત્ર દિવસે વડાપ્રધાન મોદીએ પણ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે જઇને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.