પાટણમાં પડતર માંગણીઓને લઇ પ્રાથમિક શિક્ષકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદન - અખિલ ભારતીય રાષ્ટ્રીય શેક્ષણિક મહાસંઘ
પાટણઃ રાજ્યભરમાં વિવિધ પડતર માંગણીઓને લઇને મહેસુલ કર્મચારીઓ ધરણા અને આંદોલન કરી રહ્યા છે. ત્યારે, પાટણમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને પ્રાથમિક શિક્ષકોએ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આ સાથે જ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શેક્ષણિક મહાસંઘના આદેશ અનુસાર વિવિધ પડતર માગણીઓ જેવી કે, જૂની પેન્શન યોજના અમલી કરવા, ફિક્સ વેતન, પ્રારંભિક શિક્ષણ યથાવત રાખવું જેવી બાબતોની શિક્ષકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે, શિક્ષકોની આ પડતર માંગણીઓ સંતોષાય છે કે કેમ અને કોઇ નિરાકરણ આવે છે કે કેમ?