દ્વારકાનાં હોળી ચોકમાં 147 વર્ષથી યોજાતી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિની ગરબી આજે પણ આકર્ષણનું કેન્દ્ર - દ્વારકા હોળી ચોક
દ્વારકા : દ્વારકાનાં હોળી ચોકમાં દ્વારકાધીશ જગતમંદિરના પુજારી ગુગળી બ્રાહ્મણ ૫૦૫ જ્ઞાતિની લોકો દ્વારા આ પ્રાચીન ગરબી છેલ્લા 147 વર્ષથી એટલે કે 1874ની સાલથી યોજાય છે. આ પ્રાચીન ગરબીમાં માત્ર ગુગળી બ્રાહ્મણનાં યુવકો માટે નવદુર્ગા ગરબી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ગરબીમાં સૌ પ્રથમ રાત્રિનાં ૧૧ વાગ્યે માં આધશકિતની આરાધના સાથે આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ફક્ત નગારાં અને ઢોલના તાલે યોજાતી આ અનોખી ગરબીમાં ગુગળી બ્રાહ્મણનાં યુવકો બાળકો પરંપરાગત રીતે પીતામ્બર પહેરીને ગરબા રમે છે. યુવાનો દ્વારા રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન જેવા પાત્રો ભજવી સુંદર શણગાર સાથે ભક્તિભય માંહોલમાં અહીં ખૂબ સુંદર અને પ્રાચીન પરંપરા સાથે અહીં ગરબા રમાય છે. આ પ્રાચીન ગરબીની ગરબા રમવાની શૈલી અલાયદી છે. માટે જ 147 વર્ષ વિતવાં છતાં આ ગરબીનું વિશેષ મહત્વ છે.
Last Updated : Oct 13, 2021, 11:06 AM IST