સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંવિધાનનો સંકલ્પ લેવડાવ્યો - ગુજરાત વિધાનસભા
નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 80મી પ્રીસાઈડિંગ ઓફિસર્સની કોફરન્સના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સંવિધાનનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ સંકલ્પ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ સહિતના વિધાનસભાના અધ્યક્ષઓ હાજર રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ પર સંવિધાન મૂકીને ઉજવણી કરી હતી.