પંચમહાલમાં નવરાત્રીની તૈયારીને અપાયો આખરી ઓપ.. - garba in gujrat
પંચમહાલઃ નવરાત્રીના તહેવારને લઈને આયોજકો વ્યસ્ત બન્યા છે, ત્યારે ગોધરા શહેરમાં દર વર્ષે વિવિધ જગ્યા પર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરની મધ્યમાં આવેલા ચાંદની ચોક તેમજ પોલીસ હેડક્વાર્ટર્સ, પાંજરાપોળ વિસ્તાર સહિત અન્ય નાની મોટી સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. રોટરી ક્લબ દ્રારા નાના બાળકો માટે અદુંકિયો દડુંકિયો ગરબાનું આયોજન કરવામા આવ્યું છે. ખાસ કરીને યુવાહૈયાઓમાં ગરબાનો ક્રેઝ વધારે જોવા મળે છે. ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા પંડાલ તેમજ મેદાનમાં સજાવટ કરીને સમગ્ર તૈયારીને આખરી ઓપ આયોજકો આપી રહ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઈને ગરબાના રસિકો અને આયોજકોએ પૂર્વે તૈયારીઓ કરી લીધી છે.