ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓને આખરી ઓપ, પરેડ રિહર્સલ યોજાયું - પોલીસ ફ્લેગ માર્ચ

By

Published : Oct 24, 2020, 5:08 PM IST

નર્મદા: રાષ્ટ્રીય એકતાનું પ્રતીક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના બીજા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા કોલોની ખાતે થનારી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની હાજરી આપશે. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના રોજ રાષ્ટ્રીય એકતા પરેડ યોજવામાં આવશે જેની સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરશે. આ સાથે પ્રથમવાર કેમલ માર્ચ અને હોર્સ માર્ચ પણ BSF દ્વારા કરવામાં આવશે. ઉપરાંત IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 31 ઓક્ટોબરે આખું વિશ્વ દેશના સુરક્ષા દળોની આ એકતા પરેડને લાઈવ નિહાળશે.

ABOUT THE AUTHOR

...view details