પરિવારનો આક્ષેપ: વડોદરાની વેદાંત હોસ્પિટલમાં ડોક્ટરની બેદરાકારીથી સગર્ભા મહિલાનું ડિલિવરી બાદ મોત - પાણીગેટ વિસ્તાર વડોદરા
વડોદરા: પાણીગેટ વિસ્તારમાં આવેલી વેદાંત હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું ડિલિવરી થયા બાદ મોત થયું હતું. પરિવારજનોએ તબીબોની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવાજનોએ હોબાળો કરતા હોસ્પિટલમાં પાણીગેટ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હોસ્પિટલના ડોક્ટર નિરવ શાહે જણાવ્યું હતું કે, ડિલિવરી નોર્મલ થઇ હતી તથા બાળક પણ સ્વસ્થ હતું. જે બાદ મહિલાને બ્લિડિંગ કે, બીપી કંઇ હતું નહીં, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ પડતા ડોક્ટર દ્વારા તમામ કાળજી લેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મહિલાનું મોત થયું હતું. મહિલાનું પોસ્ટમોર્ટમ માટે પરિવારને જણાવ્યું હતું. પાણીગેટ પોલીસ હોસ્પિટલ પર પહોંચી વધુ તપાસ હાથધરી છે.
Last Updated : Aug 28, 2020, 8:08 PM IST