સુરતમાં ખાસ થીમ પર કોલેજીયન દ્વારા પ્રી ન્યુ ઈયર સેલિબ્રેશન - new year 2020
સુરત: શહેરમાં વર્ષ 2019ને આજે શહેરીજનો ઉત્સાહભેર વિદાય આપવાના છે, ત્યારે વર્ષ 2020ના વધામણાં કરવા સુરતીલાલાઓ રાજમાર્ગ પર ઉમટી પડયા છે. રાત્રીના બારના ટકોરે સુરતીલાલાઓ નવા વર્ષના વધામણાં કરશે. જો કે તે પહેલાં સુરતની કોલેજોમાં યુવાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. પીપલોદની સ્ટર્સ કોલેજમાં યુવાઓની સાથે યુવતીઓએ પણ નવા વર્ષની એડવાન્સ ઉજવણી કરી. યુવતીઓએ એક સરખા બ્લેક ગારમેન્ટનો પોશાક પહેરી ડી.જે ના તાલે ઝૂમતી જોવા મળી હતી. જ્યાં વર્ષ 2019માં એકબીજા પ્રત્યે થયેલી ભૂલો અને મનદુઃખને વિસરાવી નવા વર્ષને વધાવવા ઉજવણી કરી હતી. જ્યાં યુવાઓ અને યુવતીઓમાં 31મી ડિસેમ્બરને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.