અમદાવદના ખ્યાતનામ ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોમાં પ્રી-દિવાળીની કરાઈ ઉજવણી - Pre-Diwali celebration in ahmedabad
અમદાવાદઃ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી લોકોમાં દિવાળીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે અમદાવદના ખ્યાતનામ ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોમાં પ્રી-દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડિયોના ફેશન ડિઝાઇનિંગ વિદ્યાર્થીઓએ દિવાળી નિમિત્તે ખાસ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. જેમ કે, દીવા મેકિંગ કોમ્પિટિશન, રંગોળી, અવનવા પોશાક વગેરે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ અવનવા પંજાબી, મહારાષ્ટ્રીયન, બંગાળી, મલયાલી પોશાક પહેર્યા હતા.