કોરોના ઇફેક્ટ : રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝુ 29 માર્ચ સુધી બંધ - રાજકોટનું પ્રદ્યુમન પાર્ક
રાજકોટ : હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના હાહાકારને લઇને ભયભીંત છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરુપે મૉલ્સ, સિનેમાઘરો તેમજ શાળા- કોલેજો આગામી 15 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મંગળવારથી પ્રદ્યુમન પાર્ક ઝુ પણ બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરુપે આગામી 29 માર્ચ સુધી શહેરનું પ્રદ્યુમન પાર્ક મુલાકાતીઓ માટે બંધ રાખવાનો મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.