અરવલ્લીમાં શ્રી રામદેવજી મંદિરે શ્રદ્ધા-ભક્તિપૂર્વક પાટોત્સવ ઊજવાયો - Aravalli letest news
અરવલ્લીઃ રાજપુર ગામમાં શ્રી રામદેવજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા-ભક્તિપૂર્વક પાટોત્સવ ઊજવાયો હતો. માહ સુદ બીજનાં દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આમતો દરેક માસની સુદ બીજના દિવસે રામદેવજી બીજ કહેવાય છે. એમા માહ સુદ મહિનાની બીજનું ખાસ મહત્વ છે. આ પ્રસિદ્વ મંદિરમાં માહ સુદ બીજનાં દિવસે દર્શનાર્થે ગુજરાતભરમાંથી હજારો શ્રદ્વાળુઓ ઉમટે છે.