MS યુનિવર્સિટીમાં શનિવારથી શરૂ થતી ઓનલાઈન પરીક્ષા મોકૂફ - M.S.યુનિવર્સિટીની પરીક્ષા
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક્ઝામ પોર્ટલ થકી ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ શુક્રવારે રાત્રીના સમયે અજાણ્યા સોર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાઇબર એટેકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રજિસ્ટ્રારે શનિવારથી શરૂ થતી મોક ટેસ્ટ તેમજ 5 ઓગસ્ટથી શરૂ થતી સેમેસ્ટર પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જેથી NSUIએ યુનિવર્સિટીના સત્તાધીશોના પૂતળાનું દહન કરી VCના રાજીનામાની માગ કરી હતી.