પોરબંદરમાં હોલસેલ વેપારીઓએ બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો - પોરબંદર રીટેલ ગ્રેઈન મરચંન્ટ એસોશીએશન
પોરબંદરઃ ચેમ્બર ઓફ કોમર્સ તથા પોરબંદર હોલસેલ ગ્રેઈન મરચંન્ટ એસોસિએશન તથા પોરબંદર રીટેલ ગ્રેઈન મરચંન્ટ એસોસિએશન દ્વારા વધતી જતી કોરોનાની મહામારીના પગલે સુતારવાડા વિસ્તારમાં આવેલા તમામ વેપારીઓની દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં આ સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે આગામી સમયમાં પોરબંદરમાં તારીખ 15 ઓગસ્ટ સુધી લંબાવે છે. જેથી સર્વે વેપારી ભાઇ પોતાનો વેપાર ધંધો સવારે 8 કલાકથી બપોરના 3 કલાક સુધી ચાલુ રાખશે. ત્યારબાદ સ્વૈચ્છીક બંધ રાખવા સ્વેચ્છાએ જોડાયા છે. જેની લોકો એ નોંધ લેવી અને લોકો પણ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે તેવી અપીલ કરી હતી.