રાહુલ ગાંધીના જન્મ દિન નિમિત્તે પોરબંદર NSUIએ રક્તદાન કેમ્પ યોજ્યો - NSUIએ રક્તદાન કેમ્પ યોજ્યો
પોરબંદર: આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો જન્મ દિવસ છે. જે નિમિત્તે પોરબંદર NSUI દ્વારા પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં NSUIના પ્રમુખ કિશન રાઠોડ સહિત યુથ કોંગ્રેસના ધર્મેશ પરમાર તથા ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ તિર્થરાજ બપોદરા અને ઉમેશ રાજ બારૈયા સહિતના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી મહાદાનનો સંદેશો આપ્યો હતો.